યોગી આદિત્યનાથ દ્વારા કાશી તામિલ સંગમ કાર્યક્રમભારત સરકારના શિક્ષામંત્રાલય દ્વારા આ ભવ્ય કાર્યક્રમ
1 min readયોગી આદિત્યનાથ દ્વારા કાશી તામિલ સંગમ કાર્યક્રમ
ભારત સરકારના શિક્ષા
મંત્રાલય દ્વારા આ ભવ્ય કાર્યક્રમ નુ આયોજન નમો ઘાટ ઉપર થયુ હતું.તામિલનાડુ પાસે શાસ્ત્રીય પરંપરાઓ પ્રચુર માત્રા મા છે. કાશી સાથે યુગો થી તામિલ લોકો જોડાયેલા છે. તામિલનાડુ મા રામેશ્વરમ જ્યોતિર્લિંગમ તેમજ કાશી મા
વિષવેશ્વરમ જ્યોતિર્લિંગ આવેલ છે.
તે બને વચ્ચે સંગમ કાર્યક્રમ દ્વારા અને તે કાર્યક્રમ મા કુલ 20 ભાષા મા પ્રકાશનો રજૂ થયા હતા.
જાણી ને નવાઈ પામી જવાય તેવી વાત એ છે કે તમિલ નો તિરૂક્કુરલ- કે જે નીતિ ગ્રંથ છે તેનું કુલ 13 જેટલી ભાષાઓમાં ભાશાંતર કરવામાં આવેલ છે, સંસ્કૃત, હિન્દી, મરાઠી, ઉડિયા, મલ્યાલમ, સૌરાષ્ટ્ર, વાગ્રી, નેપાળી, અરબી, ઉર્દૂ, ફારસી, રૂમેર ભાષા નો સમાવેશ થયો છે.
તામિલ વિરાસત મા કાશી નુ મહત્વ સમજાવવા ત્રણ ભાષાઓ હિન્દી, અંગ્રેજી તેમજ ગુજરાતી મા આર. ચંદ્રશેખરન દ્વારા નાની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી.
દક્ષિણ અને ઉત્તર ને એકી કરણ એટલે સંગમ નો અદ્ભૂત પ્રયત્ન કહી શકાય.
રાજા શરભોજી ના પ્રયાસ દ્વારા પણ આ કાર્ય અઢાર્મી સદી મા થયુ હતું કે કાશી યાત્રા પછી રાજાએ તામિલનાડુ જઈ ને
કાશી વિશ્વનાથજી ના નામ ઉપર
તામિલનાડુ મા
452 મંદિર તેમજ વિશાલાક્ષી માતાજી ના નામ ઉપર 14 મંદિર અને માતા અન્નપૂર્ણા ના નામ ઉપર 7 મંદિર બનાવડાવ્યા હતા.
નરેન્દ્ર મોદી દ્વારા જેમ ઉત્તર મા દક્ષિણ નો સંગમ કરવામાં આવ્યો તેનાથી ઊંધો સંગમ એટલે દક્ષિણ મા ઉત્તર નો સંગમ રાજા શર ભોજી એ કર્યો હતો, જે પાછળ ઉતરપ્રદેશ ના કર્મઠ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ નો સિંહ ફાળો રહેલો છે.
દક્ષિણ મા આજ લોકો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અલગ અભિગમ રાખે છે, પરંતુ ભવિષ્ય મા એ જ દક્ષિણ ના લોકો ને સંસ્કૃતિ ના વારસા ની વિરાસત મા ઓછું ન રહે તેવો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી નો રહેલો છે.
કાશી ની શિવ પરંપરા અને તામિલ નાડું ની વૈષ્ણવ પરંપરા નો સમન્વય પણ આ કાર્યક્રમ દ્વારા થયેલો છે.
સનાતન ધર્મ ની મોટી ઉપલબ્ધી પણ ગણી શકાય છે.
અહેવાલ અતુલભાઈ અઢિયા.

