ડો.ગોપાલ શાસ્ત્રી એટલે દવા વગર ના ડોકટરછતાં પણ સહજ માં રોગ મુક્ત તેમજ આનંદિત બનાવતી
1 min readડો.ગોપાલ શાસ્ત્રી એટલે દવા વગર ના ડોકટર
છતાં પણ સહજ માં રોગ મુક્ત તેમજ આનંદિત બનાવતી ચેતના એટલે ડો.ગોપાલ
120 વર્ષ પહેલાં જે વ્યક્તિ નો જન્મ થયો તેવા પંડિત બદ્રીનારાયણ ત્રિપાઠી દ્વારા બદરી નારાયણ સેવાગ્રામ નામની રામાયણ ના સિદ્ધાંતો ઉપર કામ કરતી સંસ્થા મેરઠ માં આવેલી છે. આ એક અનોખી સંસ્થા છે જે તન, મન અને ધન ત્રણેય રીતે સહજ માં સુખી કેમ રહી શકાય તેનો રસ્તો રામાયણ ના સિદ્ધાંતો દ્વારા બતાવે છે.તપ,સેવા અને સુમિરન આ સંસ્થા ના ત્રણ સૂત્રો ઉપર જ અહિ બધું શીખવવામાં આવે છે.તપ ની પદ્ધતિ તો એટલી સરળ છે કે ઘરમાં રાંધવા વાળી પત્ની,માતા કે બેન ને રાહત થઈ જાય છે અને ઘર ના બધા લોકો સરળતા થી સ્વસ્થ બની જાય છે.ઘર ની આખી દુનિયા દવા વગર ની દુનિયા બની જાય છે. અહિ આધ્યાત્મિક માર્ગ દ્વારા સેવા શીખવવામાં આવે છે,જે દુનિયા ના તમામ ધર્મ ના તમામ ધર્મગ્રંથો ના સારાંશ મુજબ ની સમય સેવા,ધન સેવા,તન સેવા કે માનસ સેવા શીખવી ને લોકો ને આઠેય પહોર આનંદ માં રહેવાય તેવી ઊંચા માં ઊંચી ટેકનિક શીખવવામાં આવે છે.સુમિરન એટલે દુનિયા માં મારા જ્ઞાન મુજબ 136 ધ્યાન ની પદ્ધતિઓ છે તે પૈકી ની સૌથી સરળ,સૌથી મજા આવે તેવી શિથીલિકરણ ના ધ્યાન ની પદ્ધતિ શીખવવામાં આવે છે.
પણ આ બધું મેરઠ કરવા કોણ જાય એવો વિચાર આવે તો મેરઠ જવું પડે નહિ અને આ તમામ બાબતો અમદાવાદ માં શીખી ને સૌ સ્વસ્થ બને અને સૌ મોજ માં રહે તે શીખવવા 07 દિવસ ની શિબિર માં શીખવવા ડો.ગોપાલ શાસ્ત્રી જાન્યુઆરી મહિના માં આવી રહ્યા છે.રજીસ્ટ્રેશન ની પદ્ધતિ એકદમ સરળ છે.આ શિબિર એકદમ સસ્તી શિબિર છે અને દુનિયા માં કે જિંદગી માં એવી એવી મસ્ત મસ્ત ખાવાની ચીજ મળે અને એવા એવા તો મસ્ત અલગ અલગ પ્રાકૃતિક જ્યુસ મળે કે ન પૂછો વાત.
ખાનગી વાત કહું મારા જેવા કેટલાય તો ત્યાં ખાવાની મોજ લેવા જ જાય છે.
જો બધું ખાવા પીવા મળે અને ટનાટન તંદુરસ્ત બની જવાતું હોય તો શું કામ આ શિબિર ભરવી નહિ.
મારા વ્હાલા ભાઈઓ,બહેનો તમે પણ આવશો ને ડો.ગોપાલ શાસ્ત્રી ને મળવા ને?
સાચું કહું ડો.ગોપાલ શાસ્ત્રી એક નોખી માટીના માનવી છે.
જો તમે આ શિબિર ના સિદ્ધાંતો અને આ સરળ જીવન શૈલી તેમની પાસે શીખી જાવ ને તો બીમારી તો અઢાર ગામ જેટલી દૂર રહેશે.
હા પણ સંપર્ક અને સંવાદ તો માંદા હો તો પણ હોસ્પિટલ ના સ્ટાફ સાથે,અન્ય ડોકટરો સાથે રાખીને સાજા થવા મહેનત કરીએ છીએ તો આ તો એકદમ સસ્તા,સારા અને સાચો જીવન નો રસ્તો બતાવતા ડોકટર છે.
એક વાર અનુભવ કરવામાં વાંધો પણ શું છે?
જો ફરી તમને જણાવી દઈશ કે આ સંસ્થા ના બેનરો,ઝંડા કે જાહેરાતો તમને રોડ કે રસ્તા ઉપર ઠેર ઠેર જોવા મળશે નહિ,પણ જો તમારે સાજા થવું હોય અને આ માહિતી જોઈતી હોય તો 8460010008 લેખક ના નંબર ઉપર whatsup કરશો તો માહિતી અવશ્ય મળી જશે.
અતુલ અઢિયા 8460010008