વિશ્વ લેવલે અંધ જનો ને રોશની આપનાર એક વ્યક્તિ નો જન્મ દિવસ ચોથી જાન્યુઆરી ના રોજ થાય છે,તે વ્યક્તિ વિશેષ નું નામ
1 min readવિશ્વ લેવલે અંધ જનો ને રોશની આપનાર એક વ્યક્તિ નો જન્મ દિવસ ચોથી જાન્યુઆરી ના રોજ થાય છે,તે વ્યક્તિ વિશેષ નું નામ
બ્રેઈલ *છે જેના દ્વારા એક ભાષા ની શોધ થાય છે.
આ ભાષા પ્રજ્ઞા ચક્ષુ ને ભણાવવામાં આવે છે,જે દ્વારા દેશ અને દુનિયા ના અનેક પ્રજ્ઞા ચક્ષુ લોકો જગત ના જ્ઞાન થી વાકેફ બને છે અને આજ તો બેન્ક માં,લિફ્ટ માં, કોમ્પ્યુટર ઉપર કે,ફોન ઓપરેટર તરીકે પ્રજ્ઞા ચક્ષુ લોકો કામ કરી શકે છે.રાજકોટ ની જીમ ખાના બ્રાન્ચ માં લોન વિભાગ માં એક પ્રજ્ઞા ચક્ષુ રઘુવંશી સમાજ ના છે જે લોન વિભાગ માં કાર્ય કરે છે.લિફ્ટ મેન તરીકે અમદાવાદ માં અનેક પ્રજ્ઞા ચક્ષુ લોકો કામ કરે છે.
પ્રજ્ઞા ચક્ષુ લોકો ને કોઈ પણ દેશ ના રૂપિયા,ડોલર કે પાઉન્ડ ને પણ ઓળખતા આ બ્રેઈલ લિપિ ના કારણે આવડે છે અને કુશળતા પૂર્વક નાણાકીય વ્યવહાર પણ કરતા હોય છે.
રાજકોટ ખાતે એક પ્રજ્ઞા ચક્ષુ બાળક છે જે સંસ્કૃત વિષય માં પી એચ ડી કરે છે,તેમજ ઉતમ એવોર્ડ વિજેતા છે,જેને આખી ભગવદગીતા,ઉપનિષદ તેમજ પુરાણ કંઠસ્થ છે.
ભગવદગીતા નો કોઈ પણ સંસ્કૃત નો શબ્દ બોલો કે તરત એ શબ્દ કેટલામાં અધ્યાય નો કેટલામાં શ્લોક નો છે તે સેકન્ડ માં કહી દે છે,તેમજ ઉતમ ગાયક કલાકાર છે.જે બાળક જ્ઞાતિ એ ગુર્જર સુથાર સમાજ નો બાળક છે.
આપણા દેશ માં પરમ વંદનીય રામ પ્રેમી સંત કે જેમને આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી મળે છે તે *રામ ભદ્રા ચાર્ય જી*કે જેઓ *બાબા બાગેશ્વરના ગુરુદેવ છે જેમને પણ વેદો,રામાયણ તેમજ પુરાણો ઉપરાંત અનેક વિષયો નું જ્ઞાન છે. ઈશ્વરે બહાર નું જગત જોવાની રોશની ભલે આપી નથી પણ તેમના અંતર ચક્ષુ ખુલેલા હતા તેવાસંત સુરદાસ*ઉપર થી આપણી સરકાર સુરદાસ યોજનાઓ ચલાવે છે.
અંધ જન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ તેમજ રાજકોટ ના ગોંડલ રોડ ઉપર શિક્ષણ આપતી સંસ્થાઓ જેવી દેશ તેમજ વિદેશ માં અનેક સંસ્થાઓ છે.
જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ સંસ્થાઓ ની મુલાકાત લોકો એ લેવી જોઈએ અને આ લોકો ને મળી તેમને ખુશી આપવી જોઈએ તો ઈશ્વર આપણા જીવન માં પણ ખુશી ભરી દેતા હોય છે.
મોહન દાસ ગાંધી વિદ્યાલય એટલે કે ગાંધીજી જે શાળા માં ભણ્યા તે શાળા માં હું ભણેલ છું,બચપણ માં આ શાળા માં પ્રજ્ઞા ચક્ષુ શિક્ષક હાર્મોનિયમ ઉપર પ્રાર્થના ખંડ માં વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે અને ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું
એ ગાંધીજી માં જે સંસ્કારો હતા અને એ શાળા માં ગાંધીજી ના વાઈબ્રેશન હતા તે તમામ બાબતો બચપણ માં મને પ્રાપ્ત થઈ તે મારું સૌભાગ્ય રહ્યું છે.
આ શાળા માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા એક ઉમદા મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે જે ખૂબ સરાહનીય બાબત છે.
તો આવો વિશ્વ ના સર્વ દેખતા લોકો એટલે ભગવાને જેમને રોશની આપી છે તે સર્વ લોકો એક કદમ આગળ વધી ને આ પ્રજ્ઞા ચક્ષુ લોકો ની બ્રેઈલ લિપિ ના બેનરો રસ્તા ઉપર,તમામ ધંધા ની જગ્યાએ,ખેલ કુદ ના મેદાન માં લગાવવા કટી બધ્ધ અને સંકલ્પ બધ્ધ બનીને તેમના રાહ ચિંધનાર બનીને તેમને મદદ કરીએ.
રોડ ઉપર કોઈ પ્રજ્ઞા ચક્ષુ મળે તો તેમને રસ્તો ઓળગવામાં મદદ કરીએ.
પ્રજ્ઞા ચક્ષુ લોકો માટે ના ખાસ સોફ્ટવેર દરેક શૈક્ષણિક શાળા,કોલેજ,પ્રાઈમરી કે માધ્યમિક શાળા માં ખરીદી ને પ્રજ્ઞા ચક્ષુ લોકો ને મેક ઈન ઈન્ડિયા કે સ્કીલ ઇન્ડિયા ના આપણા સમાન બનાવવાનો *દિવ્ય*પ્રયાસ કરીએ.
જો આ લેખ તમને ગમ્યો હોય તો સેવાભાવ થી આગળ મોકલવાનું ચૂકશો નહિ તો પણ *પ્રજ્ઞા ચક્ષુ*દિવ્યાંગ લોકો ની સેવા નું ફળ અવશ્ય પ્રાપ્ત થશે.
જય હિન્દ
એક દિવસ પ્રજ્ઞા ચક્ષુ માટે સમર્પિત કરીએ.
ભારત માતાકી જય
સર્વ ચરણો માં વંદન
રાજકોટ
અતુલ અઢિયા
8460010008
