February 11, 2026

Awadh Speed News

Just another wordpress site

જે કે શુકલ એક અદ્વિતીય પ્રતિભાસાત દશક પહેલા રાજકોટ ના પ્રકાંડ જ્યોતિષી અને પરમ વંદનીય બ્રાહ્મણ,વેદ પાઠ ના ભગવદીય મહાપુરુષ ગ્રહસ્થી કામેશ્વર અદા ને ઘેર જન્મેલ બાળક એટલે જીતેન્દ્ર.

1 min read
Spread the love

જે કે શુકલ એક અદ્વિતીય પ્રતિભા
સાત દશક પહેલા રાજકોટ ના પ્રકાંડ જ્યોતિષી અને પરમ વંદનીય બ્રાહ્મણ,વેદ પાઠ ના ભગવદીય મહાપુરુષ ગ્રહસ્થી કામેશ્વર અદા ને ઘેર જન્મેલ બાળક એટલે જીતેન્દ્ર.
જેમ મોર ના ઇંડા ને ચીતરવા પડે નહિ તે રીતે ધીરે ધીરે આ બાળક પરમ શિવ ભક્તિ ને પ્રાપ્ત કરે છે.ભક્તિ ની સાથો સાથ આ બાળક અતિ સાહસિક સદગુણો ધરાવે છે.યુવાની માં તેના લગ્ન એક સુશીલ કન્યા કે જે ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ હોય તેવી કન્યા સાથે થાય છે.ઉતમ ગૃહસ્થ જીવન માં એક પુત્ર અને બે પુત્રી ના પિતા બને છે.હવે તો જીતેન્દ્રભાઈ કામેશ્વર રાય શુકલ ટૂંકા નામ “જે.કે.”તરીકે ઉતમ નોકરી,કર્મઠ નોકરી કરે છે.હલેન્ડા ના કર્મયોગી કામેશ્વર અદા હેડ માસ્ટર ના આ સંતાન જે.કે.ની નોકરી પ્રત્યે વફાદારી,વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પ્રત્યે નો પ્રેમ દ્વારા સમાજ માં અનેક ડ્રાફ્ટ્સ મેન સિવિલ કરેલા તેજસ્વી તારલાઓ નો જનક બને છે.માઇક્રોન ની એક્યુરેસી માં ડ્રોઈંગ નું કામ કરનાર જે.કે.હથોડા છાપ દુનિયા નો પણ બેતાજ બાદશાહ બને છે.જેમ આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી કહે છે કે સ્કીલ ઇન્ડિયા માં તૈયાર થનાર કે મેક ઈન ઈન્ડિયા માં તૈયાર થનાર માં સ્કીલરી સ્કીલઅને અપ સ્કીલતો એવી ગજબ હોય છે કે વિદેશ ની ધરતી ઉપર પણ આજ અનેક ભારતીયો વિશ્વ ના ખૂણે ખૂણે ભારત માતા નું નામ ઉજાગર કરે છે પણ અમારા જે.કે.ને રાજકોટ ની એક એક વ્યક્તિ ઉતમ સમાજ સેવક તરીકે ઓળખે છે.
ભાગ્યે જ કોઈ એ સેવા પસંદ કરે તેવી મૃત વ્યક્તિ ને બાંધવાની સેવા પસંદ કરે છે.કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય અને જો જે.કે.ને ફોન આવે તો સરકાર ની 108 એમ્બ્યુલન્સ ની જેટ ગતિ એ જે.કે.પહોંચી જાય અને મૃત્યુ પામેલ વ્યક્તિ ના પરિવાર જનો ને સાંત્વન આપે અને પછી મૃત્યુ પામેલ વ્યક્તિ મહાદેવ ને મળવા જતા હોય તે રીતે મહાદેવ ભક્ત મૃત્યુ પામેલ શરીર ને વરરાજા ની જેમ પુરુષ શરીર ને અને નવ વધુ ની જેમ સ્ત્રી શરીર ને શણગાર કરી ને એવી તો નનામી તૈયાર કરે કે એ જોઈ ને રોતા ચહેરાઓ ના મન માં અંદર અંદર હર્ષ ની લાગણી જન્મે કે વાહ.
રોજે રોજ એક,બે કે ત્રણ ડેડ બોડી ની સેવા.કોરોના સમય માં તો રોજ ના 20 જેટલા ડેડ બોડી ની સેવા કરે.
અરે બાંધવાની સેવા પછી તેના અસ્થિ ભેગા થાય ત્યારે હરિદ્વાર માં ગંગા વિસર્જન પણ કરવામાં પણ કામ કરે.
જેમ દેશ ના વડાપ્રધાન કેદાર નાથ કે મહાકાલ માં જે શિવ પૂજા કરે છે તેવી શિવ પૂજા તો દરેક મહિના ની શિવ રાત્રિ એ જે.કે.અવશ્ય કરે.
તે સમયે મહાદેવ ને શાસ્ત્રો માં બતાવેલ તમામ દ્રવ્યો નો અભિષેક,શણગાર તેમજ પૂજન કરે. ચાર પ્રહર રાત્રિ પૂજા કરે અને ભોળાનાથ ને એવો દિવ્ય શણગાર કરે અને પ્રાર્થના કરે કે હે મહાદેવઆ મહિને જેના જેના મે ડેડ બોડી બાંધ્યા હોય તે જીવો ને શિવ લોકઆપજો.
દસ વ્યક્તિ કામ કરે તેટલું આજ 70 વર્ષ ની ઉંમરે જીતેન્દ્ર ભાઈ કામ કરી શકે છે.
પ્રાત વંદનીય મોરારી બાપુ કહે છે કે કોઈ ના મર્યા પછી વખાણ કરવા કરતાં એમના ઉજ્જવળ કર્મો ના જીવતા જ વખાણ કરી લેવા જોઈએ.
જિતેન્દ્રકુમાર કામેશ્વર રાય શુકલ મીડિયા થી દૂર રહે છે,પણ આજ મને તો લખવા દયો કે
હે નરેન્દ્રભાઇ!હવે જ્યારે સમાજ સેવા નાપદ્મ શ્રી એવોર્ડજ્યારે તમે આપો ને ત્યારે
રાજકોટ ની આ પ્રતિભા ને પદ્મ શ્રી આપવાનું ભૂલતા નહિ અને હે નરેન્દ્ર ભાઇ!તમારી મન કી બાત ના પ્રોગ્રામ માં એક વખત તો જીતેન્દ્ર ભાઈ કામેશ્વર રાય શુકલ ને અવશ્ય યાદ કરજો.
દુનિયા તો રાજી અવશ્ય થશે,પ્રેરણા પણ મેળવશે પણ તમે જેની ભક્તિ કરો છો તે ભગવાન શિવ જી કૈલાસ થી ઉતરી ને તમારી મન કી બાત સાંભળી લેશે અને ખૂબ રાજી થશે અને તમને ખૂબ આશીર્વાદ આપશે અને સમાજ ઉતમ પ્રેરણા મેળવશે.
જે કે શુકલ દ્વારા અનેક વૃક્ષ વાવવામાં આવ્યા છે અને અનેક અબોલ પશુ,પક્ષી ની સેવા કરવામાં આવે છે.દિવ્યાંગ બાળકો,વૃદ્ધો તેમજ જરૂરિયાત મંદ લોકો ની સેવા કરવામાં આવે છે.
કોઈ પરિવાર ગરીબ હોય અને તેના ઘર ના પાસે નિહાર ના સામાન ના રૂપિયા ન હોય અને ઘી ના રૂપિયા ન હોય તો જે.કે.જવતલ કે ઘી પણ પોતાના રૂપિયા ના આપી દેતા હોય છે.
જે.કે.પોતે બ્રાહ્મણ છે પણ પોતે નાત કે જાત નો ભેદ જોયા વગર સેવા કરે છે.
ગામડે ગામડે કે આજુબાજુ કે પ્રોપર રાજકોટ માં બહોળી લોક ચાહના ધરાવતા વડીલ,સમાજ સેવક,શિવ ભક્ત,પ્રકૃતિ અને જીવ માત્ર પ્રેમી જે કે શુકલ સાહેબ ના ચરણે વંદન કરી અતુલ અઢિયા પોતાની કલમ ને વિરામ આપે છે.
લેખક
અતુલ અઢિયા
8460010008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *