ભારત વર્ષ સનાતન ધર્મ નો દેશ છે.સનાતન ધર્મ નો સીધો મતલબ છે કે બધા ધર્મો નો ઉદય જે ધર્મ
1 min readભારત વર્ષ સનાતન ધર્મ નો દેશ છે.સનાતન ધર્મ નો સીધો મતલબ છે કે બધા ધર્મો નો ઉદય જે ધર્મ દ્વારા થયો છે તેમજ કોઈ ની સાથે જે ધર્મ ને વેર ભાવ નથી તે ધર્મ સનાતન ધર્મ છે.ભારત વર્ષ માં ભગવાન શ્રીરામ ના જન્મ પહેલાં પણ રામ મંત્ર નો જાપ થતો હતો,એટલે યુગ યુગ માં પ્રભુ શ્રી રામ નો જન્મ થાય છે,તેવા પ્રભુ શ્રી રામ ની વ્યાખ્યા કરતા અનેક મહાપુરુષો દરેક યુગ માં આ પૃથ્વી ઉપર હાજર હોય છે,તેવા વર્તમાન સમય ના એક મહાપુરુષ છે
મહા મંડલેશ્વર “શ્રી અભિરામ દાસ ત્યાગી 10008”
આ મહાત્મા ના ચહેરા ઉપર નું તેજ,વાણી ની મધુરતા,જ્ઞાન ની ચરમ સીમા જોવા માત્રથી ખ્યાલ આવી જાય કે કેટલા મોટા તેઓ તપસ્વી છે.ભગવાન શ્રી કૃષ્ણ નું પુષ્ટિ માર્ગ માં જે રીતે બાળ સ્વરૂપ એટલે લાલાજી ની પૂજા સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય કરે છે તે જ રીતે ભગવાન શ્રી રામ ના તે પ્રકાર ના સ્વરૂપ ઉપર ગુલાબ ની પાંખડી દ્વારા “રામાર્ચન”યજ્ઞ ના મહા દર્શન નું સૌભાગ્ય “ખસતા”મુકામે પ્રાપ્ત થયું જે મારા સૌભાગ્ય છે.
સુરજીત સિંહ ગોહિલ,યુવરાજસિંહ ગોહિલ તેમજ સર્વ પરિવાર જનો દ્વારા મહાત્મા અભિરામ દાસ ત્યાગી જી તેમજ અનેક રામાનંદી સાધુઓ ની હાજરી માં અદ્ભુત રામ અર્ચન યજ્ઞ માં માહિતી ખાતા ના નિવૃત્ત અધિકારી શ્રી પંકજ ભાઈ મોદી,રાજ્યસભા ના પૂર્વ સાંસદ શ્રી શંકર ભાઈ વેગડ,શ્રી કમા ભાઈ રાઠોડ તેમજ અનેક સર્વ ગામ ના લોકો એ આ પૂજા દર્શન નો લાભ સતત ત્રણ દિવસ સુધી લીધો હતો.
ઘણા બધા લોકો ને ખબર હશે કે આપણા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી પરમ શિવ ભક્ત ની સાથો સાથ પરમ રામ ભક્ત પણ છે,પરંતુ તે બધા ની પાછળ તેમની માતા હિરાબા ના સંસ્કાર નો મહત્તમ ફાળો રહેલો છે.મોદી સાહેબ ના પરિવાર માં રામ ભગવાન ની પૂજા સાહેબ ના બાલ્ય કાળ સમયથી થતી આવે છે.
મારા એ સૌભાગ્ય રહ્યા છે કે દેશ ના પી.એમ ના મોટા ભાઈ શ્રી સોમભાઈ મોદી સાહેબ ને માનસ યોગ સાધના ની પદયાત્રા દરમ્યાન વડ નગર મળવાનું તેમજ તેમના ગામ માં તેઓ દ્વારા ચાલતા વૃદ્ધાશ્રમ ની મુલાકાત નો અવસર મળ્યો,તેમના ભાઈ ની સરળતા તેમજ ભક્તિ ના દર્શન થયા.તે રીતે ખસતા ગામ માં પી.એમ.સાહેબ ના નાના ભાઈ શ્રી પંકજભાઈ મોદી ને સ્વયમ જાતે રામાનંદી સાધુઓ ને જમાડતા નજરે નિહાળી ને આંખ માં હર્ષ ના આંસુ આવી ગયા હતા,તેટલું નહિ રામ મંદિર ની ભગવાન શ્રી રામ ની અયોધ્યા ખાતે ની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત મહાપુરુષ એવા મહાત્મા શ્રી અભિરામ દાસ ત્યાગી જી નો ઇન્ટરવ્યુ લેવાનો સંયોગ પ્રાપ્ત થયો,જે મારી ચેનલ”BIG MODI TV@atuladhiya”
ઉપર તમે નિહાળી શકશો.
ધન્ય છે એવા ભારત વર્ષ ને કે જ્યાં આજ રામ પરંપરા ના સાધુઓ ને કારણે દેશ ને આ પ્રકારના* ભક્ત *વડાપ્રધાન પ્રાપ્ત થયેલ છે
એના કારણે આજ રામ મંદિર નો સંકલ્પ પુરો થયો છે અને કરોડો લોકોને રામ ભક્તિ પ્રાપ્ત થતી રહેશે
આજ તો ગૂગલ નો જમાનો છે ત્યારે તેમની અમૃત વાણી સાંભળો તો ભક્તિ પ્રાપ્ત થઈ જશે
ફરીથી એ મહાપુરુષ ને વંદન કરી ને Atulanandji પોતાના કલમ ને વિરામ આપે છે
જય શ્રી રામ
Atulkumar Adhia
8460010008

