February 24, 2026

Awadh Speed News

Just another wordpress site

ભાવનગર ખાતે વિઝન એક્સ્પો ના સમાપન સમારોહ

1 min read
Spread the love

ભાવનગર ખાતે વિઝન એક્સ્પો ના સમાપન સમારોહ માં ભાવનગર ના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર ના શ્રમ કૌશલ્ય અને રોજગાર કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહજી રાજપુત સાહેબ તેમજ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાન ની હાજરી હતી.
ભાવનગર શહેર ના અનેક અધિકારીઓ,કલેકટર શ્રી,કમિશનર શ્રી તેમજ આઇ ટી આઇ ભાવનગર ના તપન વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આપણા દેશ ના લોક લાડીલા વડાપ્રધાન શ્રી કાયમ કહે છે કે લોકલ ફોર વોકલ ને મહત્વ આપવું જોઈએ,જે તે એરિયા ના લોકલ ના માણસ ને સ્કીલ તેમજ તાલીમ મળવી જોઈએ તેમજ નવી રોજગારી ના વિકલ્પ ખુલવા જોઈએ,તેવા હેતુસર ભાવનગર શહેર ની ચેમ્બર ઓફ કોમર્સ તેમજ એમ ઓ યુ થયેલ કંપની ના પદાધિકારીઓ તેમજ અનેક ઉદ્યોગ પતિઓ હાજર રહ્યા હતા.
દરિયા કાંઠે વસેલા 300 વર્ષ ના ઈતિહાસ માં ભાવનગર શહેર દ્વારા હરણફાળ પ્રગતિ થયેલી છે,પણ વોકેશનલ ટ્રેનિંગ તેમજ ટૂંકા ગાળા નું કોર્ષ નું પણ મહત્વ રહેલું છે તેવા સમયે નિયામક ગાર્ગી જૈન તેમજ ખૂબ જ સ્ફૂર્તિલા તેમજ હર પળ અને હર સમયે નાનામાં નાના વ્યક્તિ ની ચિંતા કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહજી રાજપુત સાહેબ ની દરેક કાર્ય માં લીલી ઝંડી હોય છે,સરકાર પણ ભાવનગર ના 2030 ની ચિંતા 2025 ની શરૂઆત થી કરી રહી છે,તે ખૂબ આવકાર દાયક બાબત છે.
શ્રી જીતુભાઈ વાઘાણી ના શરીર ની ઊંચાઈ મુજબ ભાવનગર ને ઊંચાઈ અપાવવા તેઓ દ્વારા વારંવાર રાજ્ય ના મુખ્યમંત્રી લેવલે તેમજ સરકાર લેવલે પ્રયાસો રહેતા હોય છે.
ભાવનગર ની લોકલ પેંડા ની એક્સ્પો ની જગ્યાએ મીઠું મોઢું કરી ને ભાવનગર ને મીઠાસ મળે અને ભાવનગર નો બહોળો વિકાસ થાય તે માટે અનેક સહાયો ની જાહેરાત થઈ હતી.
અહેવાલ
અતુલ અઢિયા
રાજકોટ
8460010008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *